Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપતંજલિ કોલજ હળવદમાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધા યોજાઈ

પતંજલિ કોલજ હળવદમાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધા યોજાઈ

(મયુર રાવલ હળવદ) : તા 6/08/2028 ના રોજ પ્રથામિક આરોગ્ય કેન્દ્ર ટીકર (રણ) ના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉ.પરેશ પટેલ તથા ડૉ.રાવલ ના માર્ગદર્શન દ્વારા પતંજલિ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા નિબંધ લખવામાં આવેલ, ત્યારબાદ RBSK ટીમના મેડિકલ ઓફીસર ડૉ. ચાંદનીબેન કગથરા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂપે ઈનામ આપવામાં આવેલ, ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર(રણ) ના અર્બન ઇન્ચાર્જ સૂપરવાઈઝર મહેશભાઈ વાણિયા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવાર ને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે શાળા ના આચાર્ય પાર્થ પટેલ એ કાર્યક્રમને અનુરૂપ આભાર વિધિ કરી સહયોગ આપ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments