Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનીર્શિવ ફાઉન્ડેશન દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ વિતરણ

નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ વિતરણ

મોરબીની નાની વાવડી કન્યા શાળા અને માધ્યમિ શાળાની વિદ્યાર્થીનીઓને પર્સનલ હાઈજીન અંગે જાગૃતિ લાવવા અને આજે પણ સમાજમાં ખુલ્લીને જેના વિશે સ્ત્રીઓ વાત પણ નથી કરી સકતી એ મુદો એટલે કે સ્ત્રીઓના માસિક ધર્મ વખતે રાખવામાં આવતી કાળજી, માનસિક દુવિધાઓ, પ્રશ્નોનું નિરાકરણ વગેરે માટે નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા આશરે ૧૭૫ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું

સાથે સાથે દીકરીને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે નિર્શીવ ફાઉન્ડેશનના ફાઉન્ડર આરતી રોહન, મયુરીબેન કોટેચા, ફાતિમા લોખંડવાલા, ઉર્વી ઉધરેજા અને આસી ગોપાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓએ રસપૂર્વક ચર્ચામાં ભાગ લીધો હતો અને પોતાની સમસ્યાઓ વિશે વિગતે વાત કરી હતી જેનાકારક ઉપાયો સૂચવવામાં આવ્યા હતા

સાથે સર્વાઈકલ કેન્સરની રસીકરણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને દરેક બાળકી આ રસી મુકાવી કેન્સર મુક્ત જીવન જીવી સકે તેની સમજ પૂરી પાડી હતી શાળા પરિવાર દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments