Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સરદારબાગ હેડવર્કસ હેઠળના વિસ્તારોમાં રૂ.૨૧.૧૪ કરોડના ખર્ચે પાણીની લાઈન નખાશે

મોરબીના સરદારબાગ હેડવર્કસ હેઠળના વિસ્તારોમાં રૂ.૨૧.૧૪ કરોડના ખર્ચે પાણીની લાઈન નખાશે

સરદારબાગ હેડવર્કસ હેઠળના વિસ્તારમાં નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાનું કામ મંજુર કરાયું

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દ્રઢતા સાથે ઉકેલવા માટે સરદારબાગ હેડવર્કસથી પીવાના પાણી નું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામની રકમ રૂ.૨૧.૧૪ કરોડના ખર્ચે મંજુરી મળેલ છે.

આ કામમાં સરદારબાગના દૂરના વિસ્તારોના રહેવાસીઓને પાણીના અપૂરતા પુરવઠા અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના બધા ઘરો માટે સ્થાયી અને વિશ્વસનીય પાણી પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ની યોજના રજૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉંચાઈ પર આવેલા સર્વિસ રિસર્વોયર (ESR) અને ગ્રાઉન્ડ સર્વિસ રિસર્વોયર (GSP) નો ઉપયોગ કરવામાં આવશે, જે સરદારબાગ HW (હેડવર્કસ) ખાતે આવેલા છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની આ યોજના હિરાસરી રોડ, રવાપર રોડ અને કન્યા છાત્રાલય રોડ, શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ,કાલિકા પ્લોટ, દાઉદી પ્લોટ, શનાળા મેઈન રોડ મુખ્ય રોડ સહિત આસપાસના વિસ્તારોમાં વિતરણના આયોજન સાથે અંદરગાળા વિસ્તાર સુધી પૂરતા પ્રમાણમાં પીવાના પાણી વિતરણ સમસ્યાનો અંત આવશે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments