ચકમપરથી જેતપર, ગાળા બાયપાસથી વાઘપર- ગાળા અને રવાપરથી હાઇવે સુધી રૂ.10.25 કરોડના ખર્ચે નવા રોડ બનશે
મોરબી : મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2025-26 હેઠળ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆતને પગલે મોરબી તાલુકાના ત્રણ રસ્તાના કામને સરકાર દ્વારા મંજૂરી આપીને બજેટ ફાળવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ ત્રણેય રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોરબી તાલુકાના ચકમપર (જી.)થી જેતપર સુધીનો 5 કિલોમીટર લાંબો રોડ અંદાજે 5 કરોડના ખર્ચે મંજૂર કરાયો છે. જેમાં 3.75 મીટર પહોળાઈમાં માટીકામ, નાળા કામ, મેટલિંગ તથા સી.સી. રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગાળા બાયપાસ રોડ જોઈનિંગ વાઘપર ગાળા રોડ જે 1 કિલોમીટરનો છે તે 2.50 કરોડના ખર્ચે બનશે. જેમાં 7 મીટર પહોળાઈમાં માટીકામ, નાળાકામ, મેટલિંગ તથા સી.સી. રોડનું કામ થશે. આ ઉપરાંત રવાપર (નદી) નેશનલ હાઈવે રોડથી 2.75 કિલોમીટરનો રોડ બનશે. જેમાં 3.754 મીટર પહોળાઈમાં માટીકામ, મેટલિંગ, સી.સી. રોડ તથા નાળાકામ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ રોડના કામ મંજુર થતા ધારાસભ્ય કાંતિલાલ દ્વારા મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો છે.











