મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં વાડીના કૂવામાં ડૂબી જતાં છોટા ઉદેપુર જિલ્લાની વતની યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. જેમાં મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં કઝારીયા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની સપનાબેન મનહરભાઈ નાયકા ઉ.22 નામની યુવતી વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડવાસીયાની વાડીના કૂવામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.










