હળવદ : સાતમ આઠમ નજીક આવેતા જ જુગારી રમવાના શોખીનો મેદાન આવ્યા છે ત્યારે હળવદ પોલીસે બે અલગ અલગ દરોડામાં અજિતગઢ અને જૂના રાયસંગપર ગામે બે અલગ અલગ દરોડામાં 11 જુગારીઓને પાના ટીચતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં પોલીસે જુના રાયસંગપર ગામે હનુમાનપરા ચોકમાં દરોડો પાડી આરોપી અજયભાઇ ઉર્ફે કાનાભાઇ રમેશભાઇ જેતપરા, મહેશભાઇ સુરેશભાઇ કુનતિયા, સુરેશભાઇ ચતુરભાઇ ગેડાણી, રવિભાઇ મનસુખભાઇ ગેડાણી, વિજયભાઇ શામજીભાઇ ગેડાણી, દિનેશભાઇ ઘોઘાભાઇ પોરડીયા અને મેહુલભાઇ ધીરૂભાઇ ડાભીને રોકડા રૂપિયા 11,080 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં હળવદ પોલીસે બાતમીને આધારે અજિતગઢ ગામે રામાપીરના મંદિર પાસે દરોડો પાડી આરોપી અનીલભાઇ રતીલાલભાઇ શેરસીયા, દિનેશભાઇ દેવશીભાઇ પાટડીયા, રમેશભાઇ કરશનભાઇ મારૂ અને ભીખુભા હાલુભા ઝાલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4,010 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










