Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા શ્રાવણીયા જુગારની બદી ઉપર પોલીસની સતત ઘોંસ,19 ઝડપાયા

મોરબીમા શ્રાવણીયા જુગારની બદી ઉપર પોલીસની સતત ઘોંસ,19 ઝડપાયા

મોરબી : મોરબી શહેરમા શ્રાવણીયા જુગાર ઉપર પોલીસે સતત કાર્યવાહી ચાલુ રાખી અલગ અલગ ત્રણ દરોડામાં વીસીપરા અને લીલાપર રોડ ઉપર જાહેરમાં જુગાર ઉપર દરોડા પાડી રવાપર રોડ ઉપર ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી કુલ 19 આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં સીટી બી ડીવીઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ નજીક દરોડો પાડી આરોપી મુકેશભાઇ માવજીભાઇ જોગડીયા,ઉમરફારૂકભાઇ હારૂનભાઇ માણેક અકબરભાઇ કાસમભાઇ કટીયા, નિજામભાઇ સલીમભાઇ મોવર, રફીકભાઇ હાસમભાઇ કાશમાણી, અસ્લમભાઇ કરીમભાઇ માણેક, આસીફભાઇ હાજીભાઇ જીંગીયા અને શાહરૂખભાઇ ફીરોજભાઇ પઠાણ સહિત આઠ લોકોને તીનપતિ રમતા ઝડપી લઈ 35,250 રોકડા કબ્જે કર્યા હતા.

બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ ઉપર ભૂમિ ભક્તિ સોસાયટીમાં ફ્લેટમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી વિપુલ ધનજીભાઈ ફુલતરિયા, નવનીત કેશવજીભાઈ દેથરિયા, પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ જીવાણી અને અલ્પેશ ગીરીશભાઈ કડીવારને રોકડા રૂપિયા 4.71 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા કલમ 4 – 5 મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર નૂતન કારખાનાની ઓરડી સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજયભાઇ વીનોદભાઇ ચાવડા, નરેન્દ્રભાઇ કીશોરભાઇ સોલંકી, દીપકભાઇ પાલાભાઇ ચાવડા, દીલીપભાઇ ભુપતભાઇ મકવાણા, વીશાલભાઇ ભુપતભાઇ મકવાણા, કરણભાઇ ભીમજીભાઇ સોલંકી અને જગદીશભાઇ કલાભાઇ ખરાને રોકડા રૂપિયા 3140 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments