હળવદ : તાજેતરમાં સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના ઉપક્રમે હળવદ તાલુકા કક્ષાની અને મોરબી જિલ્લા ની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. આ ટુર્નામેન્ટમાં અન્ડર – ૧૪ માં તક્ષશિલા શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવ્યો હતો. શાળાના રાઠોડ તરૂણ , રાઠોડ ભવ્ય , વાણીયા જયપાલ , મકવાણા ઉમંગ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદ થયા હતા. જ્યારે અન્ડર-૧૭ માં પટેલ કર્મ , રાઠોડ જયદીપ, ગોસાઈ દિપકગર , સાપરા ઋત્વિકે હળવદ તાલુકા કક્ષાએ વોલીબોલમા પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના વોલીબોલ કોચ સંદિપ કૈલા અને એમડી ડો. મહેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.










