મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નાનીબરાર ગામે તળાવની પાળ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અજિતભાઈ પરબતભાઇ ચાવડા, ચંદુભાઈ માદેવભાઈ વિઠ્ઠલાપરા, પરેશભાઈ રાયધનભાઈ ડાંગર અને જયંતીભાઈ મોહનભાઇ મોરડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.7200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










