વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે નવા રાજાવડલા, હસનપર, અમરસર અને કેરાળા ગામે અલગ અલગ ચાર દરોડા પાડી 12 જુગારીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા.જ્યારે એક જુગારી નાસી ગયો હતોમ તમામ વિરુદ્ધ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવા રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ગોરધનભાઇ છગનભાઇ દેત્રોજા, દિનેશભાઇ કાળુભાઇ દેત્રોજા, કિશોરભાઇ નરશીભાઇ ડેડાણીયા, મોનાભાઇ રાઘવભાઇ ગમારા અને વિમલભાઇ કાંતીભાઇ ડેડાણીયાને રોકડા રૂપિયા 12,240 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.બીજા દરોડામાં હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપી સંજય ધીરુભાઈ પરસાડીયા, નિલેશ રમેશભાઈ મકવાણા અને ઉદય મુકેશભાઈ બારૈયાને રોકડા રૂ.2400 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં અમરસર ગામે ભરવાડપરામાં દરોડો પાડી આરોપી જયપાલ સુખાભાઇ ગમારાને 2250 રોકડા તેમજ 10 હજારના બે મોબાઈલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે દરોડા દરમિયાન આરોપી મહિપાલ ભાયભાઈ ગમારા નાસી જતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. ચોથા દરોડામાં કેરાળા ગામે નવાપરામાં જાહેરમાં જુગાર રમતા આરોપી રાજેશ મશરુભાઈ મકવાણા, જીવણ કુકાભાઈ વાડવેલીયા અને સંજય વરસિંગભાઈ વાડવેલીયાને રોકડા રૂપિયા 17,150 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








