Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવા, ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા આવેદન

કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવા, ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા આવેદન

ડીએપી (DAP) અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર આપવાની માંગ: નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે આપવા સામે વિરોધ

મોરબી: મોરબી જિલ્લા ભાજપના યુવા કિસાન અગ્રણી અજયભાઈ અને મોરબી જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણી દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ મોકલવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને લગતા અનેક મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશથી થતા કૃષિ ઉત્પાદનોની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવી જોઈએ. આ પગલું દેશના ખેડૂતોને તેમના પાકનો પૂરતો પોષણક્ષમ ભાવ મેળવવામાં મદદ કરશે.

આ ઉપરાંત, આવેદનપત્રમાં ખેતી માટે અત્યંત જરૂરી એવા ડીએપી (DAP) અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને, ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે આપવા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું કે આ પ્રથા ગેરવાજબી છે અને ખેડૂતો પર આર્થિક બોજ વધારે છે. તેમણે માંગ કરી છે કે જે વિતરણ ધારકો આવું ફરજિયાત વેચાણ કરતા હોય તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments