મોરબીના બેલા ગામથી તળાવીયા શનાળા જવાના માર્ગ ઉપર આવેલ આંગન સીરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા હેમરાજભાઈ બાબુભાઇ બાવરી ઉ.26 નામનો યુવાન કામ કરતા સમયે પડી જતા માથાના ભાગે ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










