હળવદ: સમગ્ર મોરબી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયાં છે. ત્યારે હળવદમાં ગોલાસણ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી -1) ડેમ પાણીની આવકથી 100% ભરાયો છે. જેથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.
હળવદના હરપાલ સાગર (બ્રહ્માણી -1 ) ડેમ 100% ભરાયા બાદ 871 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક પણ થઈ રહી છે. ડેમના હેઠવાસમાં આવતા ગામો જેમાં ગોલાસણ, પાંડતીરથ, મેરૂપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર. મયુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, મિયાણી, અજીતગઢ આ તમામ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર લઈને ન જવા માટે સૂચના આપવામાં આવી છે.











