મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક પૌત્ર સાથે રસ્તો ઓળંગી રહેલા મણીબેન બહોરીયા નામના વૃધ્ધાને યુપી – 78 – ડીએન – 1057 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પૌત્ર રામભાઈ જીવણભાઈ બહોરિયા રહે. કુંભારવાડા, માળીયા મિયાણા વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.










