મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હરિગુણ રેસિડેન્સીમા ફ્લેટમાં જુગાતધામ ચાલુ હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ફ્લેટ માલિક સહિત છ જુગારીઓને રોકડા રૂપિયા 1.10 લાખ સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હરિગુણ રેસિડેન્સીમાં આવેલ જાનકી હોમ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 501માં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી કલ્પેશભાઇ વાસુદેવભાઇ અઘારા, મેહુલભાઇ લાભુભાઇ દેત્રોજા, રાજેશભાઇ સવજીભાઇ કુગશીયા, ઉમંગભાઇ ભીખાભાઇ લોરીયા, મહેશભાઇ તળશીભાઇ કાવર અને હરેશભાઇ ઓધવજીભાઇ ફેફર જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 1.10 લાખ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








