Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અલગ અલગ સ્થળેથી દારૂના ચપલા સાથે બે પકડાયા

મોરબીના અલગ અલગ સ્થળેથી દારૂના ચપલા સાથે બે પકડાયા

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાવડી રોડ તેમજ લાતી પ્લોટમાં બે અલગ અલગ દરોડામાં બે શખ્સોને વિદેશી દારૂના 180 મીલી માપના ત્રણ ચપલા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં પોલીસે વાવડી રોડ ઉપર આવેલ રવીપાર્કમાં રહેતા આરોપી રિયાઝહુસેન હુસેનખાન પઠાણના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલી માપની એક બોટલ કિંમત રૂપિયા 300 કબ્જે કરી હતી.જ્યારે બીજા દરોડામાં પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 2મા દરોડો પાડી આરોપી નવનીતભાઈ પ્રાણજીવનભાઈ આસોડિયા રહે.પ્રજાપતિનગર, પેડક રોડ, રાજકોટ વાળાને વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ બન્ને કિસ્સામાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments