Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નજીક સિરામિક કારખાનામાં મજૂરો લોખંડના પાઇપથી તૂટી પડતા કારખાનેદારને હેમરેજ-ફ્રેક્ચર

મોરબીના નજીક સિરામિક કારખાનામાં મજૂરો લોખંડના પાઇપથી તૂટી પડતા કારખાનેદારને હેમરેજ-ફ્રેક્ચર

બેલ્ટ જામ થઈ જતા એક ટાઇલ્સ છૂટી જવાથી કારખાનેદારે ઠપકો આપતા મજૂરોએ હુમલો કર્યાની ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ લેવીન્જા સિરામિક ફેકટરીમાં ગઈકાલે વહેલી સવારે બેલ્ટ જામ થઈ જતા એક ટાઇલ્સ છૂટી જતા ફેકટરીમાં હાજર રહેલા ઉદ્યોગકારે શ્રમિકને ઠપકો આપતા ત્રણ શ્રમિકોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માથામાં હેમરેજ કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા ચોંકાવનારી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના રંગપર નજીક લેવીન્જા સિરામિક ફેકટરી ધરાવતા હિતેશભાઈ રામજીભાઈ કાચરોલા ઉ.વ. 36 રહે.નીલકંઠ પાર્ક, શનાળા બાયપાસ મોરબી વાળાએ આરોપી જગદીશભાઈ, ભગતરામ લખન યાદવ અને આરોપી પર્વતસિંહ અમરસિંહ રહે.ત્રણેય લેવીન્જા સિરામિક ફેકટરી, લેબર કવાટર્સ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે વહેલી સવારે તેમની ફેક્ટરીમા બેલ્ટ જામ થઈ જતા લાઇન ઓપરેટર જગદીશભાઈ ટાઇલ્સ કાઢતા હતા ત્યારે એક ટાઇલ્સ છૂટી જતા ફરિયાદીના માસીજીના દીકરા હસમુખભાઈ ઉર્ફે હિરેનભાઇ રમણિકભાઈ કંટારીયાએ જગદીશભાઈને ઠપકો આપતા આરોપીને સારું લાગ્યું ન હતું. બાદમાં આરોપી જગદીશ, ભગતરામ અને પર્વતરામે ઢીકા પાટુનો માર મારી લોખંડના પાઇપ વડે આડેધડ માર મારતા કારખાનેદાર હસમુખભાઈ ઉર્ફે હિરેનભાઈને હેમરેજ થવાની સાથે હાથના તેમજ આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments