Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અલગ અલગ બે દરોડામાં 134 બોટલ દારૂ ઝબ્બે, આરોપીઓ હાથ ન...

મોરબીના અલગ અલગ બે દરોડામાં 134 બોટલ દારૂ ઝબ્બે, આરોપીઓ હાથ ન લાગ્યા

મોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં માધાપર વિસ્તારમાં જમીનમાં દાટેલ વિદેશી દારૂની પાંચ બોટલ તેમજ વીસીપરામા રહેણાંકમાં છુપાવેલ 134 બોટલ દારૂ ઝડપી લીધો હતો.જો કે, બન્ને દરોડામાં આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ આશ્રમ સામેથી આરોપી ઇમરાન નૂરમામદભાઈ મોવરના ઘરમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બતમીને આધારે દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની 134 બોટલ કિંમત રૂપિયા 1,81,200 મળી આવતા હાજર નહિ મળી આવેલ આરોપી ઇમરાન વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે,માધાપર શેરી નંબર 22મા રહેતા આરોપી સાહિલ હિતેશભાઈ વિઠ્ઠલાપરાએ રહેણાંકની સામે જમીનમાં ખાડો કરી વિદેશી દારૂ છુપાવ્યો છે. જે બાતમીને આધારે દરોડો પાડતા જમીનમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 5500 મળી આવી હતી.જો કે, આરોપી હાજર નહિ મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments