Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકા ફરી એક્શન મોડમાં : લાયન્સનગરમાં 10 જેટલા ઓરડી-મકાનો તોડી પાડ્યાં

મોરબી મહાપાલિકા ફરી એક્શન મોડમાં : લાયન્સનગરમાં 10 જેટલા ઓરડી-મકાનો તોડી પાડ્યાં

રસ્તાને નડતરૂપ દબાણોને અગાઉ નોટીસો આપ્યા બાદ આજે જેસીબી ફેરવી દેવાયું

મોરબી : મોરબી મહાનગરપાલિકા વરસાદી સીઝન પુરી થતા જ ડીમોલેશન મોડમાં આવી છે. આજે મહાપાલિકા દ્વારા લાયન્સનગરમાં ડીમોલેશન હાથ ધરીને 10 જેટલા ઓરડી તથા મકાનોને જેસીબી વડે તોડી નાખવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં રસ્તાને નડતરરૂપ બાંધકામો જેસીબી વડે દૂર કરવામાં આવ્યા છે. આ મામલે મહાપાલિકાના ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે આ દબાણો રસ્તાને નડતરૂપ છે. તેમને માર્ચ મહિનાથી નોટિસો આપવામાં આવી રહી હતી. ગત અઠવાડિયામાં પણ નોટિસ અપાઈ હતી. ત્યારબાદ આજે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આગળ એક વંડો હતો તે પણ તોડી નાખવામાં આવ્યા છે. અમુક બાંધકામો વોકળા ઉપર હતા તે પણ તોડવામાં આવ્યા છે. કુલ 8થી 12 જેટલી ઓરડી અને મકાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments