મોરબી: શ્રી અણીયારી પ્રા. શાળામાં “બેગલેશ ડે” અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવી હતી. જેતપર ગામની વિવિધ સંસ્થાઓ જેવી કે LEASPIN TEXTILE LLP, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, બેંક, જેતપર જૂથ સેવા સહકારી મંડળી (રાસાયણિક ખાતર), જેતપર ગ્રામ પંચાયત, જેતપર આઉટ પોસ્ટ મુલાકાત લીધી. આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓએ આરોગ્ય, શાસન, કાયદો, બેંકિંગ, સહકાર અને ટપાલ સેવાઓ જેવી જીવન ઉપયોગી માહિતીઓ મેળવી હતી. આ મુલાકાત બાળકો માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થય હતી.











