મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે જીજે – 14 – ઝેડ – 0953 નંબરના આઇસર ચાલકે ફરિયાદી નવીનભાઈ ભગવાનજીભાઈ પરમાર ઉ.32 રહે.રવાપર રોડ, નવજીવન સ્કૂલની સામે બુટાની વાડી નામના યુવાનને હડફેટે લઈ છાતીમાં તેમજ ફેફસામા ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.











