મોરબી : મોરબીના શનાળા પાસે આજે પણ સવારે એકાદ કલાકથી લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અહીં હવે ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસના જવાન અહીં સવારથી જ ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.









