બોલેરોમાં ચોરખાનું બનાવીને સ્કોર્પિયોના પાયલોટિંગ સાથે બિયરની હેરાફેરીના રેકર્ટને એલસીબીએ ઝડપી લીધું
મોરબી : વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર રાણેકપર ગામના બોર્ડ પાસેથી બોલેરો પીક અપમાં ચોર ખાનુ બનાવીને અન્ય એક કારના પાયલોટિંગ સાથે લઇ જવાતો બિયરનો રૂ.3.69 લાખનો જથ્થો એલસીબીએ પકડી 3 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
મોરબી એલસીબીને બાતમી મળેલ કે કલ્પેશભાઇ જયંતીભાઇ અઘારા રહે.જુના દેવળીયા તા.હળવદ બોલેરો પીક અપ ગાડી રજી.નં. GJ 36 V 8323માં ઘર વપરાશના સામાનની આડમાં ચોર ખાનામાં દારૂ ભરીને જઈ રહ્યા છે. એક સ્કોર્પિયો ગાડી રજી.નં. GJ 36 AJ 3900 આગળ પાયલોટીંગ કરી રહી છે. આ બન્ને ગાડીઓ વાંકાનેર બાઉન્ડ્રી તરફથી નિકળી અને મોરબી તરફ જનાર છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે રાણેકપર ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન પીક અપ બોલેરો તથા સ્કોર્પીયો કાર નિકળતા તેને અટકાવી ચેક કરતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી કિંગ ફીશર એક્સ્ટ્રા સ્ટ્રીંગ પ્રિમીયમ બિયરના 1680 ટીન કિંમત રૂ. 3,69,600 મળી આવ્યા હતા. જેથી એલસીબીએ કલ્પેશકુમાર જયંતીભાઈ અધારા રહે. જુના દેવળીયા, કલ્પેશભાઇ ઉર્ફે બાબો જેઠાભાઇ કલોતરા રહે. મુળ જુના દેવળીયા તા.હળવદ, યોગેશભાઇ શનાભાઇ સીસા રહે. જુના દેવળીયા તા.હળવદને રૂ.17.90 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા છે. વિજયભાઇ જયંતીભાઈ અઘારા રહે. જુના દેવળીયા વાળાનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, જે.પી.કણસાગરા તેમજ અન્ય સ્ટાફ રોકાયેલ હતો.









