મોરબી : “વિના સહકાર નહીં ઉધ્ધાર”સહકાર અને સહકારીતા થકી જ સૌ એકબીજાના વિકાસના પૂરક બની રહીએ છીએ. ત્યારે મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ની તાજેતરમાં ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય થયો હતો.નવા કારોબારી સભ્યો ચૂંટાઈ આવતા આજરોજ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મંડળીની ખાસ સાધારણ સભા મળેલ હતી. આ સાધારણ સભાએ ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા નવનિયુક્ત પ્રતિનિધિઓને નિયમોનુસાર કારોબારી સભ્યો તરીકે બહાલી આપેલ. ત્યારબાદ મંડળીના કાર્યાલય ખાતે મળેલ નવનિયુક્ત કારોબારી સભ્યોની બેઠકમાં મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા તેમજ ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.મંડળીને સમૃદ્ધિ અને વિકાસપથ પર લઈ જવા માટે સત્તત પ્રયત્નશીલ રહી પરીણામલક્ષી કામગીરી માટે નવનિયુક્ત પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સૌ કારોબારી સદસ્યોને મંડળીના સૌ સભાસદ શિક્ષક ભાઈઓ બહેનોએ તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક પરિવારે શુભેચ્છાઓ પાઠવેલ છે.










