બાળક હાલ સંપૂર્ણ સ્વસ્થ હોવાની સાથે ચાલી અને દોડી પણ શકે છે
મોરબી : 13 વર્ષના બાળકનો પગ રોટાવેટર મશીનમાં આવી જતા કચડાઈ ગયો હોય આયુષ હોસ્પિટલમાં આ બાળકના પગની સફળતા પૂર્વક પ્લાસ્ટિક સર્જરી કરી બાળકને ઠીક કરી દેવામાં આવ્યો છે. હાલ અત્યારે આ બાળક ચાલી અને દોડી પણ શકે છે.
ખેતરમાં ‘રોટાવેટર મશીન’ માં 13 વર્ષના બાળકનો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. ત્યારે આ બાળકને આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દીને લાવવામાં આવ્યું હતું.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જન ડૉ.આશિષ હડિયલ દ્વારા ઈમરજન્સીમાં ઓપરેશન કરી પગને બચાવવામાં આવ્યો હતો. દર્દી અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પગ એકદમ બરાબર છે. વ્યવસ્થિત ચાલી શકે છે , દોડી શકે છે. આટલી ગંભીર ઇજામાં બાળકનો પગ બચાવવા માટે દર્દીના પરિવારે ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં ડૉ. આશિષ હડિયલ ફકત એક જ પ્લાસ્ટીક સર્જન છે અને ગંભીર ઈજાઓ ઠીક કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આયુષ હોસ્પિટલમાંમાં તેઓ ફુલ ટાઈમ ઉપલબ્ઘ છે. તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.









