Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાલપરમા છુટા પૈસા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થયાની સામસામી ફરિયાદ

મોરબીના લાલપરમા છુટા પૈસા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થયાની સામસામી ફરિયાદ

નજીવી બાબતે ચાની હોટલ સંચાલક અને ગ્રાહક વચ્ચે ઝઘડો થયા બાદ સમધાન થઈ જવા છતાં હોટલ સંચાલકે ગ્રાહકના ઘેર જઈ ઝગડો કરતા મામલો બચકાયો

મોરબી : મોરબીન લાલપર ગામે ચાની લારીએ ચા પીધા બાદ છુટા સિક્કા પરત આપવામાં આવતા નજીવી બાબતે હોટલ સંચાલક અને ગ્રાહક વચ્ચે ઝઘડો થયા બાદ સમધાન થઈ જવા છતાં હોટલ સંચાલકે ગ્રાહકના ઘેર જઈ ઝગડો કરી મારામારી કરતા બઘડાટી બોલી ગઈ હતી.આ ઘટનામાં હોટલ સંચાલકે પણ સામી ફરિયાદ નોંધાવતા કુલ 10 આરોપીઓ વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના લાલપર ગામે આવેલ રામદેવનગરમાં રહેતા ફરિયાદી ગફારભાઇ દાઉદભાઈ ઠેબાએ આરોપી ભગવાનજી કરશનભાઇ રબારી, દેવરાજ ભગાભાઈ રબારી, રામજી ગોવિંદભાઇ રબારી અને આરોપી જગદિશ બચુભાઇ રબારી રહે.બધા લાલપર ધાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈ તા.21ના રોજ તેમનો દીકરો આફતાબ અને ભત્રીજો મોઇન આરોપીઓની રાજલ પાન પાસે આવેલ ચાની લારીએ ચા પીવા ગયા હતા.જ્યાં ચા પી લીધા બાદ પાછા રૂપિયા આપવામાં છુટા સિકકા આપતા બોલાચાલી બાદ સમાધાન થઈ ગયું હતું. જો કે સમાધાન થયા બાદ પણ ચારેય આરોપીઓ ફરિયાદીના ઘેર આવી છુટા પથ્થરના ઘા તેમજ લાકડી વડે હુમલો કરી ફરિયાદીની ભત્રીજી ફિરજાબેનને માથાના ભાગે ઇજાઓ કરતા ચારેય વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

સામાપક્ષે ફરિયાદી જગદીશભાઈ બચુભાઈ રબારી રહે.લાલપર ધાર વાળોએ આરોપી ગફારભાઈ દાઉદભાઈ, આફતાબ ગફારભાઈ, માસૂમ ગફારભાઈ ફિરજાબેન આમીનભાઈ, મોઇન આમિરભાઈ અને માવર ગુલાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ચાની લારીએ છુટા પૈસા બાબતે ઝઘડો કરી જતા રહ્યા બાદ તેઓ સમાધાન કરવા જતા આરોપીઓએ બેઝબોલના ધોકા વડે હુમલો કરી છુટા પથ્થરના ઘા કરી ફરિયાદીને ફ્રેક્ચર કરી નાખી અન્ય સાહેદોને ઇજાઓ કરી હતી.પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments