Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં તીનપતિ અને વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીમાં તીનપતિ અને વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : મોરબી સીટી બી ડીવીઝન વિસ્તાર અને તાલુકા પોલીસ વિસ્તારમાં તીનપતિ અને વરલી મટકાના જુગારીઓ સામે એલસીબી અને સ્થાનિક પોલીસે કડક કાર્યવાહી કરી અલગ અલગ ત્રણ દરોડામાં ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા પરશુરામ પોટરી પાછળ આવેલ અવાવરું જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી આરોપી જયદીપ બેચરભાઈ ચાઉ અને કરણ ઉર્ફે ગટીયો ખેંગારભાઈ મકવાણા રહે.બન્ને સો ઓરડી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,100 કબ્જે કરી જુગારધારા મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

બીજા દરોડામાં તાલુકા પોલીસ ટીમે ભડિયાદ ગામે રામપીરના ઢોરા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી કુલદીપસિંગ ધવલસિંગ ખીચી રહે.રણછોડનગર, મોરબી વાળાને રોકડા રૂપિયા 540 સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત ત્રીજા દરોડામાં રંગપર ગામના સ્મશાન પાસે વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી વિશાલ રાજેશભાઇ સુરેલા રહે.ત્રાજપર, મોરબી વાળાને રોકડા રૂપિયા 480 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments