મોરબી : મોરબી તાલુકા પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ચાલુ રાખી હતી. ગઈકાલે પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જુના મોડપર ગામમાં આવેલ સ્મશાન પાસે દરોડો પાડી આરોપી અક્ષય વિનુભાઈ સોલંકીને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસે 1000 લીટર આથો, 40 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ.29,750ના મુદ્દામાલ સાથે આરોપી અક્ષયને ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










