મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો કુલદીપભાઈ વિઠ્ઠલભાઇ ખીમાણીયા ઉ.19 નામનો યુવાન ગત તા.21ના રોજ મંદિરનો સમાન ધોવા માટે તળાવે ગયો હતો જ્યા પગ લપસી જતા તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










