Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી: 21 સપ્ટેમ્બરને રવિવારના રોજ વ્યાસ સમાજ જ્ઞાતિની વાડી ખાતે સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 58 વિદ્યાર્થીઓને, જેમણે કક્ષા 8 થી કોલેજ સુધી 60% કે તેથી વધુ ગુણ મેળવી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સાથે શૈક્ષણિક કીટમાં કેલ્ક્યુલેટર, રાઇટિંગ પેડ, પેન બોક્સ, ગણિતના સાધનો, કંપાસ, પાણીની બોટલ અને નાસ્તા ડબ્બો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

સંમેલનમાં નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન અપાયા અને સાહિત્ય અને કલા ક્ષેત્રમાં સફળતા હાંસલ કરનારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ભવિષ્યમાં થનારા કાર્યક્રમોની ચર્ચા પછી તમામ વિદ્યાર્થીઓ, આગેવાનો અને વાલીઓ સાથે ભોજન કરીને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments