Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના ઘુંટુ રોડ ઉપર વરલીના આંકડા લેતા બે ઝડપાયા

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર વરલીના આંકડા લેતા બે ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક ફેકટરી નજીક જાહેરમાં આંકડા મીંડીનો જુગાર રમાડી રહેલા બે શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામિક લેબર કવાટર્સ નજીકથી આરોપી રાજ હકાભાઈ વિંઝવાડિયા રહે.ભીમસર, ઉમાટાઉનશિપ, મોરબી વાળાને રોકડા રૂપિયા 400 સાથે વરલીના આંકડા લેતા ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં સિમ્પોલો સીરામિક લેબર કોલોની પાછળથી આરોપી મુકેશ બાબુભાઇ દુમાણીયા રહે.ભીમસર, ઉમાટાઉનશિપ, મોરબી વાળાને રોકડા રૂપિયા 280 સાથે વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments