હળવદના નજીક વિદેશી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા
હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના સુખપર ગામની નર્મદા કેનાલ નજીક વાડીમાંથી એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલા બે આરોપીઓને વિદેશી દારૂની નાની મોટી 99 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુખપર ગામની નર્મદા કેનાલ નજીક આવેલ વાડીમાંથી નંબર વગરના એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂની હેરફેર કરી રહેલા આરોપી ભાવસિંગ અભેસંગ ગોહિલ અને યુવરાજભાઇ ભુપતભાઇ મકવાણા રહે.બન્ને સુખપુર વાળાઓને વિદેશી દારૂના 95 ચપલા તેમજ 4 મોટી બોટલ સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 13,900ની કિંમતનો દારૂ તેમજ 30 હજારના મોટર સાયકલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.