મોરબી : મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર એક વ્યક્તિ ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં હોવાનો કોલ 112 મોબાઈલ વાનને મળતા 112 મોબાઈલ વાહનના ઇન્ચાર્જ દ્વારા કોન્ટ્રાકટર એવા આરોપીને વિદેશી દારૂની એક અડધી ભરેલી અને એક આખી બોટલ સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.
ગઈકાલે સાંજના સમયે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આરોપી અનિલ રતનજીભાઈ કાંજીયા ઉ.35 રહે.ઓમ શાંતિ પાર્ક, નવા બસસ્ટેન્ડ પાસે નામનો કોન્ટ્રાકટર નશાની હાલતમાં બકવાસ કરતો હોય કોઈ જાગૃત નાગરિકે 112 મોબાઈલને કોલ કરતા 112 મોબાઈલ ઇન્ચાર્જ દ્વારા બનાવ સ્થળેથી આરોપી અનિલભાઈ કાંજીયાને વિદેશી દારૂની 375 મીલી માપની એક અડધી ભરેલી બોટલ તેમજ એક આખી ભરેલી બોટલ મળી કુલ રૂપિયા 400ના મુદ્દામાલ સાથે નશો કરેલી હાલતમાં ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસને સોંપતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.










