Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારત વિકાસ પરિષદની રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગીતામાં મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલે મેદાન માર્યું

ભારત વિકાસ પરિષદની રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગીતામાં મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલે મેદાન માર્યું

મોરબી : ભારત વિકાસ પરિષદ– સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર પ્રાંતની વિવિધ શાળાઓમાંથી કુલ 14 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રાંત સમૂહગાન સહસયોજક વિશાલભાઈ બરાસરા, શાખાના પ્રમુખ હિંમતભાઈ મારવણીયા, તથા ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને શુભકામનાઓ પાઠવી હતી. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની આ સિદ્ધિએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું નામ ગૌરવપૂર્વક પ્રગટાવ્યું છે. આ ટીમ હવે ક્ષેત્રીય કક્ષાએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પ્રતિનિધિત્વ કરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments