મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આવતીકાલે મંગળવારે સરદારબાગ સામે કાર્યક્રમ યોજાનાર છે. જ્યાંથી શહેરના વિવિધ રૂ.17.29 કરોડના 17 કામોનું ખાતમુહૂર્ત થનાર છે. આ કામોની યાદી નીચે મુજબ છે.
રોડના કામો
● વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ રોડ સુધી સી.સી. રોડ (રૂ.1.64 કરોડ)
● લાયન્સનગરમાં સી.સી.રોડ (રૂ.39 લાખ)
● ટાઉનહોલ પાસે હરીપાર્કમાં સી.સી.રોડ (રૂ.14 લાખ)
● લક્ષ્મીનારાયણ શેરી-2 સી.સી.રોડ (રૂ.33 લાખ)
● અરીહંત સોસાયટીમાં સી.સી. રોડ (રૂ.28 લાખ)
● માધાપર મેઈન રોડ સી.સી.રોડ (રૂ.49 લાખ)
● રાજસાહેબ બેકરી શેરી સી.સી. રોડ (રૂ.42 લાખ)
વોટર વર્કસનું કામ
● શ્રીકુંજ ચોકડીથી સાસ્વત સોસાયટી પીવાના પાણી લાઈન (રૂ.45 લાખ)
ગાર્ડનના કામો
● સુરજ બાગ ડેવલોપમેન્ટનું કામ (રૂ.1.84 કરોડ)
● શંકર આશ્રમ ડેવલોપમેન્ટનું કામ (રૂ.2.18 કરોડ)
● કેસરબાગ ડેવલોપમેન્ટનું કામ (રૂ.3.14 કરોડ)
ડ્રેનેજના કામો
● કુળદેવી પાન ભુગર્ભ પમ્પીંગ સ્ટેશનથી સર્કીટ હાઉસ ભુગર્ભ પમ્પીંગ સ્ટેશન DI પાઈપ લાઈન નાખવાનું કામ (રૂ.34 લાખ)
● પંચાસર નંદીઘરની પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બે વર્ષ માટે કોમ્પ્રહેન્સીવ O&Mનું કામ (રૂ.1.92 કરોડ)
● નાની વાવડી ગામે નાની વાવડી ગ્રામ પંચાયત કચેરી રસ્તે ભૂગર્ભ ગટરની લાઈન નાખવાના કામ (રૂ.49 લાખ)
● ત્રાજપર મેઈન રોડ ભૂગર્ભ ગટરની લાઈન નાખવાના કામ (રૂ.1.50 કરોડ)
રોશની શાખાના કામો
● શનાળા રોડથી ધુનડા તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઈન નાખવાનું કામ (રૂ.39 લાખ)
● નાની વાવડી ગામથી બાયપાસ વાવડી ચોકડી સ્ટ્રીટ લાઈટ પોલનું કામ (રૂ.74 લાખ)
● નવલખી ફાટક થી પરશુરામ બ્રિજ સુધી સ્ટ્રીટ લાઈટનું કામ (રૂ.53 લાખ)










