મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં દરોડો પાડી અમરેલી રોડ પર સૌરાષ્ટ્ર નડિયાના કારખાના નજીકથી આરોપી ઇબ્રાહિમભાઇ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી ઉ.વ.24, રહે. કાંતીનગર, જુબેદા મસ્જીદ પાછળ, મોરબી મૂળ રહે. બેલા (આમરણ) વાળાને દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 2 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.








