Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નીચી માંડલ ગામે પત્ની સાથે કોઈ વાતે દુઃખ લાગી આવતા પતિનો...

મોરબીના નીચી માંડલ ગામે પત્ની સાથે કોઈ વાતે દુઃખ લાગી આવતા પતિનો આપઘાત

મોરબી : મોરબીના નીચી માંડલ ગામની સીમમાં પોલીપેક કારખાનામાં કામ કરતા રાજસ્થાની યુવકને મોબાઈલના વાતચીત દરમિયાન પત્ની સાથે બોલાચાલી થતા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ લોમેન્ટો સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ રાજસ્થાન ઉદેપુરના વતની સમરતભાઈ સોમાભાઈ ભગોરા ઉ.30 ગત તા.30 ઓગસ્ટના રોજ પોતાના પત્ની સાથે મોબાઈલમાં વાતચીત કરતો હતો ત્યારે પત્ની સાથે બોલાચાલી થતા લાગી આવતા કંપનીમાં પડેલી ખડમાં છાંટવાની દવા પી લેતા સારવાર દરમિયાન તા.1 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments