Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આવતીકાલે જય અંબે ગરબી મંડળ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાશે

મોરબીમાં આવતીકાલે જય અંબે ગરબી મંડળ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાશે

મોરબીના કેનાલ રોડ, અવની ચોક, જય અંબે સોસાયટી ખાતે જય અંબે ગરબી મંડળ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમનું આયોજન રાત્રે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષનું આયોજન વધુ મોટું અને ભવ્ય છે, જેમાં માત્ર રાવણ જ નહીં પણ તેની સાથે કુંભકરણ અને મેઘનાથનું પણ દહન કરાશે.

આ વર્ષે 51 ફૂટ ઊંચા (લગભગ પાંચ માળ જેટલા) રાવણના પુતળાની સાથે 31 ફૂટના કુંભકર્ણ અને 31 ફૂટના મેઘનાથના પુતળાનું પણ દહન કરાશે. આ મહાકાય પુતળાઓ બનાવવા માટે છેલ્લા 15 દિવસથી આગ્રાની ખાસ ટીમ મોરબીમાં રોકાઈ હતી. વરસાદના કારણે પુતળા બનાવવાની કામગીરી શનાળા શેડ ખાતે કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે ક્રેનની મદદથી તેમને ગોઠવવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments