Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહેન્દ્રનગર મોક્ષધામ ખાતે પ્રાર્થના હોલનું આવતીકાલે લોકાર્પણ

મોરબીના મહેન્દ્રનગર મોક્ષધામ ખાતે પ્રાર્થના હોલનું આવતીકાલે લોકાર્પણ

મોરબી : આવતીકાલે તારીખ 2 ઓક્ટોબર ને વિજ્યા દશમીના અવસરે મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે પ્રાર્થના હોલના લોકાર્પણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી 10 કલાકે મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે નકલંગ મંદિર બગથળાના મહંત દામજી ભગત અને રામધન આશ્રમ મહેન્દ્રનગરના ભાવેશ્વરી બેનના હસ્તે પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રાર્થના હોલ દાતા હંસરાજભાઈ જેરામભાઈ કૈલા અને જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલાના સહયોગથી નિર્માણ પામ્યો છે. લોકાર્પણ વિધિ પ્રસંગે સવારે 8 થી 9 કલાકે ગોપી મંડળ દ્વારા ધૂન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments