Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં જોખમી બાઇક સ્ટંટ કરનાર યુવકને કાયદાનું ભાન કરાવતી મોરબી જીલ્લા ટ્રાફિક...

મોરબીમાં જોખમી બાઇક સ્ટંટ કરનાર યુવકને કાયદાનું ભાન કરાવતી મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ

ટ્રાફિક પી આઈ કે.એમ.છાસિયા ની વધુ એક સારી કામગીરી

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. જે અન્વયે ટ્રાફીક શાખાના પો.ઇન્સ. કે.એમ.છાસીયાની સુચના મુજબ પો.સબ.ઇન્સ ડી.બી.ઠક્કર તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા. જે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક મોટર સાનો સ્ટંટ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપી હતી.

આ વિડિઓ મોરબીના મયુરબ્રીજના ફુટપાથ ઉપર એક ઈસમ પોતાનુ નંબર પ્લેટ વગરનુ મો.સા. ફુટપાથ ઉપર ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયેલ હોય જે મોટર સાઇકલ ચાલક પોતાના હવાલાવાળુ મો.સા.નંબર-GJ-36-AD-5108 ના ચાલકે પોતાના હવાલાવાળુ મો.સા.ફુટપાથની પારી ઉપર સ્ટંન્ટ કરતો ચલાવી, પોતાની તથા ફુટપાથ ઉપર ચાલતા રાહદારીની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે ચલાવી ગુનો કરેલ હોય જેથી મો.સા રજી નં-GJ-36-AD-5108 ના મો.સા સાથે કિરીટ બાબુભાઈ અગેચણીયા (રહે. વીસીપરા, અગેચણીયા વાડી વિસ્તાર, અમરેલી રોડ મોરબી)ને શોધી કાઢી પોલીસે પુછપરછ કરતા પોતે ગુન્હાની કર્યા હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે મો.સાના ચાલક મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ હતુ.

આ કામગીરી માં ટ્રાફિક પી આઈ કે.એમ.છાસિયા,ડી.બી.ઠક્કર,વિનોદભાઈ ચાવડા,દેવયતભાઈ ગોહેલ સહિત નો સ્ટાફ જોડાયેલ હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments