મયુર રાવલ હળવદ
વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે રેન્જ ફોરેસ્ટ ઓફિસ- હળવદ દ્વારા હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના રાઠોડ ચંદા પ્રથમ નંબરે, ગોલતર શિવમ્ બીજા નંબરે અને મુલાડિયા અંજલિ ત્રીજા નંબરે આવ્યા હતા. આ તકે ફોરેસ્ટ ઓફિસર મયુર વરમોરા દ્વારા અભયારણ્ય અને પ્રકૃતિ ના સંરક્ષણને સંવર્ધન માટેનું વ્યાખ્યાન આપ્યું હતું. અને ફોરેસ્ટ ઓફિસર દલસુખ કમેજળિયાએ ઘુડખર અભયારણ્ય અને પ્રકૃતિ શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તક્ષશિલા વિદ્યાલયના એમડી ડો. મહેશ પટેલે ધ્રુવ ભટ્ટ લિખિત અને આરજે દેવકી અભિનીત અકૂપાર નાટકના અંશોનો અભિનય કરી વિદ્યાર્થીઓને માનવ અને ગીરના સાવજોની ભાવાત્મક એકતા દર્શાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને સિનિયર ફોરેસ્ટ ઓફિસર પરમાર સાહેબ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.













