Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂ ૨.૫૩, લાખનો નો હળવદ પોલીસ...

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂ ૨.૫૩, લાખનો નો હળવદ પોલીસ ઝડપી પાડ્યો

મયુર રાવલ હળવદ

અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯૫ જેની કુલ કિ.રૂ.૨.૫૩,૫૦૦/- નો વિદેશી દારૂ,એક આરોપી ઝડપી લીધો.

રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી એસ.એચ.સારડા દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ જે અનુસંધાને હળવદ પી આઈ આર.ટી.વ્યાસની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના અજીતસિંહ સિસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસોને પ્રોહી અંગેના સફળ કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને દેવેન્દ્રસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા મળેલ બાતમી હકીકત આધારે ગોલાસણ ગામની સીમમાં આરોપીની વાડીએ રેઇડ કરતા વિદેશી દારૂનો કુલ કિ.રૂ ૨,૫૩,૫૦૦ /-નો મુદામાલ પકડી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,
પકડાયેલ આરોપીના નામ
-(૧) તેજશ ઉર્ફે પિન્ટુ નરશીભાઇ લાંઘણોજા રહે ગામ ખાખરેચી તા.હળવદ જી.મોરબી
પકડવાના બાકી આરોપીનુ નામ
-(૧) સુરેશ જેસીંગભાઇ સુરેલા રહે ગામ ગોલાસણ તા.હળવદ જ મોરબી,
કબ્જે કરેલ મુદામાલની વિગત
-(1) અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯૫ જેની કુલ કિ.રૂ.૨.૫૩,૫૦૦/-
-(2) એક હિરો સીડી ડીલક્ષ મોટર સાયકલ GJ 13 JJ 0490 વાળુ જેની કિ.રૂ ૩૦,૦૦૦/-

સમગ્ર કામગીરીમાં હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ, અજીતસિંહ સિસોદીયા, દિનેશભાઇ બાવળીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ રાઠોડ, હરવિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, સાગરભાઇ કુરીયા તથા સંજયભાઇ લકુમ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments