સતત પાંચમા વર્ષે પણ જરૂરિયાતમંદો માટે કપડાં, મીઠાઈ, રમકડાં એકઠા કરશે
મોરબી : દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે દરેક લોકો આ પર્વ ખુશખુશાલ રીતે ઉજવી શકે તે માટે મોરબીના હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એક સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જરૂરિયાતમંદ લોકો માટે જરૂરી વસ્તુઓ એકઠી કરીને તેઓને આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ સુંદર અભિગમ
આર્થિક પરિસ્થિતિના કારણે ઘણા લોકો તહેવારો પણ સામાન્ય દિવસની જેમ પસાર કરતાં હોય છે અને તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આપની પાસે રહેલા જુના કપડાં, મીઠાઈ, રમકડાં ફાઉન્ડેશનને આપી શકે છે. આ વસ્તુઓ તહેવાર પર જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. દરેક વ્યક્તિઓને પ્રોત્સાહન મળે તેથી સન્માનપત્ર થી સન્માનિત કરવામાં આવશે તેથી જો કોઈને જરૂરિયાતમંદ લોકો માટે વસ્તુઓ આપવી હોય તો તારીખ 10 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી મો.નં. 8400008487 પર સંપર્ક કરવા જણાવાયું છે. હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપની ટીમ ઘરે આવીને વસ્તુઓ લઈ જશે.











