Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્કાલિક ચાલુ કરો : કે.ડી.બાવરવા

ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્કાલિક ચાલુ કરો : કે.ડી.બાવરવા

મોરબી : દિવાળી પહેલા કપાસની ઉપાડવાની કામગીરી થતી હોય અને હાલમાં ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો રહે છે જેથી નાના ખેડૂતોને નુકશાન ના થાય તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરી ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્ત્કાલિક શરુ કરવામાં આવી તેવી માંગ જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસોસીયેસન કે ડી બાવરવા એ મુખ્યમંત્રીને પત્ર લખી કરી છે

રજુઆતમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર માં મોટા ભાગે ખેડૂતો કપાસ નું વાવેતર કરતા હોય છે. અને આ કપાસ દિવાળી પહેલા પાકી જતો હોય લોકો ના ઘરે હાલ માં કપાસ પડેલો છે. ઘણા નાના ખેડૂતો કે જે આર્થીક નબળા છે. તે ખેડૂતો યાર્ડ માં કપાસ વેચવા આવી રહ્યા છે. સરકાર દ્વારા ટેકા ના ભાવો જાહેર કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી ક્યાય પણ ટેકાના ભાવે કપાસ ની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. જે દુખદ છે. જેથી આ જગત નો તાત ખેડૂત કે જે લોકો આર્થીક રીતે નબળા છે. તેવા લોકોને આ ટેકાના ભાવે કપાસની ખરીદી થાય તેની સૌથી વધારે જરૂરિયાત હોય છે. તે ખેડૂતો પોતાનો કપાસ વેચી રહ્યા છે. અને વેપારી ઓ તેનો ગેરલાભ લઇ રહ્યા છે. તો અમારી માંગણી છે કે તાકાલીક આ કપાસ ના ખરીદી કેન્દ્રો નક્કી કરીને ટેકાના ભાવે કપાસ ની ખરીદી ચાલુ કરવામાં આવે. જો આવું કરવામાં નહી આવે તો અમો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments