(મયુર રાવલ હળવદ)
રામકથામાં ભક્તિ ભોજન ભજન નો ત્રિવેણી સંગમ,માનવ મહેરામણ ઉમટ્યો
હળવદ તાલુકાના ચરાડવા માહાકાળી આશ્રમ ખાતે
ભક્તવત્સલ વિભુષીત શ્રીમદ્ સદગુરૂ પ.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજ ની ઈચ્છા પૂર્ણ હેતુ તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી કારતક સુદ – બીજ થી કારતક સુદ નોમ,૨૩-૧૦-૨૦૨૫ ને ગુરૂવાર થી૩૧/૧૦/૨૦૨૫ ને શુક્રવાર સુધી શ્રી રામકથા તેમજ પંચસિધ્ધ શ્રી રામ મહાયાગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન વકતા પૂ. રામેશ્વરબાપુ હરિયાણી કથાનું રસપાન કરાવશે તેમજ યજ્ઞના આચાર્ય ડો. દિપકભાઈ શાસ્ત્રીદ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, ચરાડવા મહાકાળી આશ્રમ મહંતશ્રી અમરગીરી મહારાજ ના સદ્દગુરૂ શ્રી બ્રહમલિન સંતશ્રી દયાનંદગીરીજી બાપુ ના આશિર્વાદ લેવા ભકતજનો તથા સેવકોને આજુબાજુના ગામના લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો.
કથામાં ભજન ભકિત ભોજન નો ત્રિવેણી સંગમ જોવાં મળ્યો હતો,તા.૨૮/૧૦/૨૫ ના સંતવાણી જેમાં જયદીપભાઇ સોની અને જયશ્રીબેન પંડયા દ્વારા સંતવાણી રમઝટ બોલાવશે તા.૩૦/૧૦/૨૫ રાસ ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,કલાકારો ગીગાભાઈ આહીર, ગીતાબેન કાપડી, ભક્તિ બા જેઠવા, વિજુબેન આહીર વગેરે કલાકારો રમઝટ બોલાવશે, રામકથામાં પધારવા પૂજ્ય અમરગીરી બાપુ દ્વારા સર્વ ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રેરણા મુર્તિ ૫.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજના આશિર્વાદ થી શિષ્ય મહંતશ્રી અમરગીરી મહારાજ તથા સવૅ ભકતજનો સાથ સહકારથી ભવ્ય રામકથાનુ આયોજન કરવામાં આવ્યું છે.આ કથામાં માનવ મહેરામણ કચ્છ ઝાલાવાડ સોરાષટ કાઠીયાવાડ સહીતના ભક્તો મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો.


















