(મયુર રાવલ,હળવદ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇ. સી. મેમ્બર તરીકે અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો. જયદિપસિંહ ડોડીયાની નિમણૂંક થયેલ છે. પ્રો. જયદીપસિંહ ડોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ, સિન્ડિકેટ, એકેડેમિક કાઉન્સિલ ,બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ, બોર્ડ ઓફ એકાઉન્ટ, બોર્ડ ઓફ સ્ટડીજ ઈન ઇંગ્લિશ તેમજ રાજસ્થાનની વર્ધમાન મહાવીર યુનિવર્સિટી કોટાની એકેડેમીક કાઉન્સિલનાં સભ્ય સહીતના મહત્વના સત્તા મંડળોમાં સક્રિય સભ્ય રહી ચુક્યા છે. ૨૦૧૨માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી આર્ટસ ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીન એમ બંને પદે સારીએવી લીડથી ચૂંટાઈને પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ વિક્રમ સર્જ્યો હતો. તેઓએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની વાઇસ ચાન્સેલર સર્ચ કમિટીના બે વાર અધ્યક્ષ અને એક વખત યુ.જી.સી. ચેરમેનનાં નોમીની તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. ઓક્ટોબર ૨૦૧૩ માં પ્રો. ડોડીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે અલ્પ સમય માટે કરેલી યશસ્વી કામગીરી ગુજરાતનું શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવી નોંધપાત્ર રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૮માં પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેઓ સિન્ડીકેટ સભ્ય ( ઈ. સી. મેમ્બર) હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકજીક્યુટિવ કાઉન્સિલના સભ્ય પદે નિયુક્ત થવા બદલ પ્રો.જયદિપસિંહ ડોડીયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડો. ઉત્પલ જોશી, શ્રી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ પ્રોફે. ડો પ્રતાપસિંહ ચૌહાણ, પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પકભાઈ ત્રિવેદી, સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી, ઉદ્યોગપતિ અભયસિંહ ડોડિયા ( હિમાલય રેફ્રીજરેસન ઇન્ડસ્ટ્રીઝ), ઉદયસિંહ રામભાઈ ઝાલા ( ખાપટ ગીર), દીપસિંહ રામભાઈ ઝાલા ( ખાપટ ગીર), કે. ડી. વૈંશ ( આલીદર) , સગાભાઈ રાણાભાઇ બારડ ( બુધેચા) , રમેશભાઇ કે. સાકરીયા( રાધિકા સિલ્વર, રાજકોટ) , તથા જાણીતા યુવા એડવોકેટ હાર્દિક જી. ડોડિયા સહિતના અનેક શુભેચ્છકો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ (મો.૯૬૮૭૬૯૨૯૫૦) અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.











