વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારમાંથી રૂ.1.54 લાખના દારૂ સાથે બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઢુવા ઓવરબ્રીજ પાસેથી GJ-03-EL-1875 નંબરની સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-110 કિ રૂ.1,54,000 મળી કુલ રૂ.3.14 લાખના મુદામાલ સાથે વિપુલભાઈ પ્રવિણભાઈ ચાવડા રહે અરૂણોદય નગર, બ્લોક નંબર ૭૯, સામાકાંઠે, મોરબી 2 અને ગજાનંદલાઈ ભરતભાઈ મહતો રહે. મુળ બીહાર હાલ આઈટેલ સીરામીક પાવડીયાની કેનાલ આગળ તા.જી.મોરબીવાળાને પકડી લીધા હતા.
આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિનાભાઈ રહે. વિછીયાનું નામ ખુલતા તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ બી.વી. પટેલ, એએસઆઈ રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ.કિર્તીસિંહ જાડેજા, પો.કોન્સ. અજયસિંહ ઝાલા, સામતમાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શક્તિસિંહ પરમાર, બ્રિજેશભાઈ બોરીયા તથા દિવ્યરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.











