Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રની કાઉન્સેલિંગથી પરિવારિક વિવાદનો અંત

વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રની કાઉન્સેલિંગથી પરિવારિક વિવાદનો અંત

વાંકાનેરમાં મહિલા સહાયતા કેન્દ્ર ખાતે મહિલા તથા પતિ પક્ષ બંનેની હાજરીમાં મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવી દ્વારા ધીરજપૂર્વક સમજાવટ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના સંવેદનશીલ કાઉન્સેલિંગના પરિણામે બંને પક્ષો વચ્ચે ચાલતા મતભેદો દૂર થઈ પરિવારિક એકતા પુનઃ સ્થાપિત થઈ.

તેજલબા ગઢવીના માર્ગદર્શન હેઠળ મહિલાએ પોતાનાં ઘર પરત જવાની સંમતિ આપી, જેના કારણે પરિવારમાં ફરી શાંતિ અને સુમેળનું વાતાવરણ સર્જાયું. ઉલ્લેખનીય છે કે, તેજલબા ગઢવીએ વધુમાં જણાવ્યું કે, વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા આવા પરિવારિક વિવાદોમાં સમાધાન અને મહિલાઓને યોગ્ય ન્યાય, સહાય તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments