Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જયેશ પટેલ સહિતના આમ આદમી પાર્ટીમાં જોડાયા

હળવદ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જયેશ પટેલ સહિતના આમ આદમી પાર્ટીમાં જોડાયા

મયુર રાવલ હળવદ

પુવૅ ઉપપ્રમુખ સહિતના કાર્યકરો આપ માં જોડાતા હળવદ શહેરમાં રાજકીય ગરમાવો

હળવદના સ્થાનિક રાજકારણમાં આજે એક મહત્ત્વપૂર્ણ ઘટના બની છે, જેમાં હળવદ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જયેશ વાસુદેવભાઈ પટેલ કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા.

તેમનો પક્ષ પ્રવેશ શહેરના રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે છે.

હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ આપ પાર્ટી ના સેક્રેટરી પીઠ રાજકીય ડો કે.એમ. રાણા ના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાના હસ્તે હળવદ તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો ભાજપ અને કોંગ્રેસ છોડી ઈમાનદાર રાજકારણનો માર્ગ અપનાવતા આમ આદમી પાર્ટીમાં જોડાયા‌ હતા, જયેશભાઈ વાસુદેવભાઈ પટેલ પૂર્વ ઉપપ્રમુખ હળવદ નગરપાલિકા, સુંદરભાઈ ઉકાભાઈ ચાવડા પૂર્વ સરપંચ રણજીતગઢ, પિયુષભાઈ છગનભાઈ પટેલ પૂર્વ ઉપસરપંચ રણજીતગઢ, વિનોદભાઈ વાલજીભાઈ પટેલ પૂર્વ ઉપસરપંચ રણજીતગઢ તેમજ અનેક કાર્યકર્તાઓએ “કેસ ધારણ” કરીને ઈમાનદારી અને લોકસેવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી,આ બધા આગેવાનો એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે સમય છે સ્વચ્છ અને પારદર્શક રાજકારણનો, જ્યાં સામાન્ય માણસના હક માટે લડવું એ જ રાજનીતિનો હેતુ છે. આમ આદમી પાર્ટી એ ઈમાનદારી, સેવા અને વિકાસનું પ્રતીક છે અને એ જ પક્ષ ગુજરાતને નવા દિશામાં આગળ લઈ જશે.હળવદ પંથકમાં આજનો દિવસ ઈતિહાસ રચી ગયો છે ભાજપ અને કોંગ્રેસ છોડીને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાણથી જનહિતની નવી શક્તિ ઊભી થઈ છે. ઈમાનદારી, પારદર્શિતા અને લોકોની સેવા એ જ માર્ગ પર આ ટીમ આગળ વધશે. સાથે સાથે નવા જોડાયેલાં સભ્યોઓની સંગઠનાત્મક અનુભવ અને સ્થાનિક લોકો સાથેના સંપર્ક સારો એવો ફાયદો કરાવી શકે આ નિમણૂકથી હળવદ ‘આમ આદમી પાર્ટી’ નું સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી સ્થાનિક ચૂંટણીઓમાં પક્ષને ફાયદો થઈ શકે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments