Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા ગામ નજીક લેબર ક્વાર્ટર્સમાં આચકી ઉપડતાં 22 વર્ષની ગર્ભવતી મહિલાનું...

મોરબીના બેલા ગામ નજીક લેબર ક્વાર્ટર્સમાં આચકી ઉપડતાં 22 વર્ષની ગર્ભવતી મહિલાનું મૃત્યુ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર પાસે આવેલી એસ્ટીકા સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં રહેતી પૂજાબેન ગાલુભાઈ ગાગરાય (ઉંમર 22) નામની પરિણીતાને ગઈકાલે સાંજે અચાનક આચકી ઉપડતા ગંભીર હાલતમાં પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર દરમ્યાન પૂજાબેનનું દુઃખદ અવસાન થયું હતું. જાણવા મળ્યું છે કે, પૂજાબેનના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને તે હાલ ગર્ભવતી હતી. આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે, જ્યારે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments